પાટણ જિલ્લો: એક ઝલક
ગુજરાત રાજ્ય સરકારે રજી ઓક્ટોબર, ૧૯૯૭ માં જિલ્લાઓ અને તાલુકાઓનું વિભાજન કરતાંમહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લો અસ્તિત્ત્વમાં આવ્યો. મહેસાણા જિલ્લાના પાંચ તાલુકાઓ ચાણસ્મા,પાટણ, સિદ્ધપુર, હારીજ, સમી અને બનાસકાંઠા જિલ્લાના બે તાલુકાઓ રાધનપુર અને સાંતલપુર એમ કુલસાત તાલુકાઓ સાથે પાટણ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ૯ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રીદ્વારા નવીન બે તાલુકાઓ સરસ્વતી અને શંખેશ્વર જાહેર કરવામાં આવેલ. આમ, પ્રવર્તમાન પાટણ જિલ્લોનવ તાલુકાઓમાં વહેંચાયેલ છે,
ભૌગોલિક સ્થાન
પાટણ જિલ્લાની ઉત્તરે બનાસકાંઠા, દક્ષિણે મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાનો કેટલોક વિસ્તાર,પૂર્વે મહેસાણા અને પશ્ચિમે કચ્છ જિલ્લાની સરહદ આવેલી છે.
પાટણ જિલ્લો ૨૩.૪૧ થી ૨૩.૫૫ ઉત્તર અક્ષાંશવૃત્ત અને ૭૧.૩૧ થી ૭૨.૨૦ પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચેઆવેલો છે. પાટણ જિલ્લાના શંખેશ્વર અને પંચાસર ગામ વચ્ચેથી કર્કવૃત્ત પસાર થાય છે.
ભૌગોલિક વિસ્તાર
પાટણ જિલ્લો પ.૬૬ લાખ હેક્ટર એટલે કે પ૭૪૨.૧૯ ચો.કિ.મી. ભૌગોલિક વિસ્તાર ધરાવે છે.જેમાંથી જિલ્લાનો ૧૧,૨૮૪ હેક્ટર વિસ્તાર શહેરી અને ૫,૫૪,૪૭૧ હેક્ટર વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં આવે છે.જિલ્લાની ૪,૫૯,૪૮૮ હેક્ટર જમીન ખેડવાલાયક છે અને ૧,૨૪,૮૦૦ હેકટર જમીન પિયતની સુવિધા ધરાવે છે. પાટણ જિલ્લો ૪ અને ૮ ક્લાઇમેટ્રીક ઝોનમાં સમાવિષ્ટ છે,
વસ્તી
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ પાટણ જિલ્લાની કુલ વસ્તી ૧૩,૪૨,૭૪૬ હતી. તેમાં ૬,૯૪,૦૬૨પુરૂષો અને ૬,૪૮,૬૮૪ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૦૧થી ૨૦૧૧ના દાયકામાં ૧.૬૦ લાખ જેટલી વસ્તીવધારો નોંધાયેલ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ વસ્તીગીચતા પ્રતિ ચોરસ કિ.મી.એ ૨૩૪ અને ૧૦૦૦ પુરૂષે સ્ત્રીઓની સંખ્યા ૯૩૫ નોંધાયેલ છે.
જમીન અને આબોહવા
પાટણ જિલ્લો મહદઅંશે ગોરાડુ,રેતાળ અને ક્ષારયુક્ત જમીન ધરાવે છે. જિલ્લાની આબોહવા સૂકી અને વિષમ છે.
નદીઓ
સરસ્વતી, બનાસ, રૂપેણ, ખારી અને પુષ્પાવતી પાટણ જિલ્લાની મુખ્ય નદીઓ છે.
ખનીજ સંપતિ
સાંતલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં કેટલીક જગ્યાએ સફેદ અને લાલ માટીની ખાણો આવેલી છે. જેની નિકાસ મોરબી ખાતે સિરામિક ઉદ્યોગોમાં થાય છે.
જંગલો અને ડુંગરો
પાટણ જિલ્લામાં કોઇ ગાઢ જંગલો આવેલા નથી. પરંતુ સમી, રાધનપુર, સાંતલપુર તાલુકાઓમાં ગાંડા બાવળ અને પીલુના જંગલો વિશેષ જોવા મળે છે. રણકાંઠાનો વિસ્તાર હોવાથી વનસંપદા પાંખી છે. જિલ્લામાં ખાસ એવા કોઇ ડુંગર આવેલા નથી. પરંતુ ચોરાડ વિસ્તારમાં આવેલી ઊંચી ટેકરીઓને ‘એવાલના ડુંગરો' તરીકે ઓળખવામાં આવે છે.
અભ્યારણ
સને ૧૯૭૩ થી સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા અને કચ્છ એમ પાંચ જિલ્લાના કુલ૪૯૫૬.૭૧ ચો.કિ.મી. સરહદી પ્રદેશને સરકારશ્રી દ્વારા ઘુડખર અભ્યારણ્ય માટે રક્ષિત વિસ્તાર જાહેર કરવામાંઆવેલ છે. સમી તાલુકાના ગોધાણા ખાતે ઘુડખર અભ્યારણ્ય આવેલું છે.
મુખ્યપાકો
પાટણ જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, બાજરી, જીરૂ, સવા, વરિયાળી, તમાકુ, કપાસ, એરંડા, રાયડો,ઇસબગુલ, તલ, ગુવાર, મગ, ચણા, તુવેર જેવા પાકો અને તેલિબિયાંના ઉત્પાદન થાય છે. રાજ્યમાં સૌથી વધુગાજર પકવતા જિલ્લા તરીકે પાટણ જિલ્લો આગવી ઓળખ ધરાવે છે.
જિલ્લાની અન્યવિશેષતાઓ
‘ પાટણના પટોળાં ' એ વિશ્વમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.
પાટણનું મશરૂવણાટ, રમકડાં ઉદ્યોગ, કાગળ પર કોતરણીકામ, સાંતલપુરનું ભરતગૂંથણ લોકોમાં વિશેષપ્રિય છે.
સાંતલપુરના ચારણકા ખાતે એશિયા ખંડનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ‘ગુજરાત સોલાર પાર્ક' આવેલો છે.
પાટણની વાનગીઓમાં ‘પાટણના દેવડાં' પ્રખ્યાત છે.
સિદ્ધપુર ખાતે ભરાતો ‘કાત્યોકનો રઢિયાળો લોકમેળો’ અને ‘વરાણાધામનો લોકમેળો' જિલ્લાનીભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવે છે.
News & Events