એન.સી.ઈ.આર.ટી., નવી દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં ધોરણ-૩ માં તા. ૧૧, ૧૨ અને ૧૪ માર્ચ, ૨૦૨૨ દરમિયાન ફીલ્ડ ઇન્વેસ્ટીગેટર્સ તાલીમ અને તા.૧૫/૩/૨૦૨૨ ના રોજ એફ.એલ.એન. ડ્રાય રન અને ૨૩ અને ૨૪ માર્ચ ૨૦૨૨ દરમિયાન મેઈન સર્વે હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
FLN NAS ના સર્વેની ફીલ્ડ ઇન્વેસ્ટીગેટર્સ તાલીમ શરૂઆત તારીખ ૧૧/૩/૨૨ ના રોજ થઈ. જે અંતર્ગત ૧૧/૩/૨૨ ના દિવસે બપોરે 3-૦૦ વાગ્યે ડૉ. દશરથભાઈ ઓઝા અને ડૉ. મહેશભાઈ સોલંકી દ્વારા FLN NAS સર્વે શું છે? તેની માહિતીથી વાકેફ કરવામાં આવ્યા. ત્યારબાદ તેને લગતું તમામ સાહિત્ય આપવામાં આવ્યું અને પછી તે મટીરીયલ વિષે વિગતે સમજાવવામાં આવ્યું. ટ્રેનિંગના બીજા દિવસે જી.સી.ઈ.આર.ટી દ્વારા આયોજિત સવારે ૧૦-૦૦ વાગ્યાની વિડીયો કોન્ફરન્સ મીટીંગમાં સર્વે જોડાયા હતા. જેમાં પ્રાચાર્ય, ડાયટ ગાંધીનગર શ્રી હિતેશભાઈ દવે અને મનોજભાઈ કોરડીયા દ્વારા જરૂરી પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું અને આગામી તા. ૧૫/૩/૨૨ ના રોજ થનારા એફ.એલ.એન. ડ્રાય રન થી બધાને વાકેફ કર્યા. ટ્રેનિંગના ત્રીજા દિવસે તા. ૧૪/૩/૨૨ ના રોજ સર્વે માટેની કીટ ડેવલોપ કરવામાં આવી. ત્યારબાદ બપોરે ૨-૦૦ વાગે વિડીયો કોન્ફરન્સમાં જોડાયા. જેમાં આગામી થનાર ડ્રાય રન વિશે વિગતે ચર્ચા કરવામાં આવી અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું. ત્યારપછી ડૉ. ઓઝા દ્વારા OMR અને પત્રક ભરતાં પણ શીખવવામાં આવ્યુ.
તા. ૧૫/૩/૨૨ ના રોજ ડ્રાય રન માટે સરકારી બુનિયાદી મિશ્ર પ્રયોગશાળા, પાટણ પસંદ કરવામાં આવી હતી. સૌ ફીલ્ડ ઇન્વેસ્ટીગેટર્સ ડ્રાય રન માટે ૧૧-૦૦ કલાકે શાળામાં પહોંચી ગયા. બે-બે એફ.આઈ.ની પેરમાં ત્રણ બાળકો પર ડ્રાય રન યોજવામાં આવ્યો. અને ૧૩-૩૦ કલાકે ડ્રાય રન પૂર્ણ કર્યો હતો. ડૉ. ઓઝા દ્વારા તા. ૨૧/૩/૨૨ ના રોજ જી.સી.ઈ.આર.ટી. ખાતેથી રૂબરૂ ફાઈનલ સર્વે માટેનું સાહિત્ય કલેક્ટ કરવામાં આવ્યું. તેના આધારે તા. ૨૨/૩/૨૨ ના રોજ ફાઈનલ સર્વે દરમિયાનના TQ, PQ, SQ તથા OMR પત્રક કેવી રીતે ભરવા તેની માહિતી ફીલ્ડ ઇન્વેસ્ટીગેટર્સ મિત્રોને ડૉ. દશરથ ઓઝા દ્વારા આપવામાં આવી હતી. તા. ૨૨/૩/૨૨ ના રોજ ફીલ્ડ ઇન્વેસ્ટીગેટર્સ દ્વારા ફાઈનલ સર્વે માટેની કીટનું નિર્માણ કરવામાં આવ્યું. તારીખ ૨૩ અને ૨૪ માર્ચ, ૨૦૨૨ ના રોજ ફાઈનલ એફ.એલ.એન સર્વે યોજાવાનો હતો. જે અંતર્ગત કેન્દ્ર કક્ષાએથી પાંચ શાળાઓ ફાળવવામાં આવી હતી.
૧. કે.બી. ઝવેરી પ્રાથમિક શાળા, હારીજ
૨. યુ.જી.યુ. મંડળ કુમાર મંદિર-૩, પાટણ
૩. શ્રી સરસ્વતી વિદ્યાલય, શંખેશ્વર
૪. ઉડાન વિદ્યાલય, પાટણ
૫. કેન્દ્રીય વિદ્યાલય, તા.સરસ્વતી
બંને દિવસ દરમિયાન બી.એડ.ના ૬ તાલીમાર્થીઓએ ફાઈનલ સર્વેની ખૂબ જ સુંદર રીતે કામગીરી નિભાવી હતી. બાળકોનું સુચારુ મૂલ્યાંકન કરી તમામ સાહિત્ય અને શીટ્સ શાખામાં જમા કરાવવામાં આવી. જે સાહિત્ય જી.સી.ઇ.આર.ટી. ખાતે તા. ૨૯/૩/૨૨ ના રોજ રૂબરૂ સબમિટ કરાવવામાં આવ્યું. ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓનો પુનઃ સર્વે તા. ૦૬/૪/૨૦૨૨ ના રોજ આયોજિત કરવામાં આવ્યો. આ તમામ સાહિત્ય જી.સી.ઈ.આર.ટી. ખાતે રૂબરૂ તા. ૧૧/૪/૨૨ ના રોજ જમા કરાવવામાં આવ્યું.
News & Events