Training Programmes, Monitoring, Guidance, Hand-Holding (તાલીમ કાર્યક્રમો, મોનીટરીંગ, માર્ગદર્શન, હેન્ડ-હોલ્ડિંગ)
જીસીઈઆરટી ગાંધીનગરના માર્ગદર્શન અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ત્રણ પ્રકારના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૧.એરિયા બેઝ ૨.રીસર્ચ બેઝ ૩.નીડ બેઝ તાલીમ વર્ગોનું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે.જેમાં ઈડીએન અને સેવાકાલીન પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવે છે. તાલીમનો મુખ્ય હેતુ શાળામાં ચાલતા વર્ગખંડ શિક્ષણની ગુણવત્તા સુધારણા, વર્ગખંડમાં નવીન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણકાર્ય, શિક્ષણમાં નાવીન્યપૂર્ણ વિચારોનું સાર્વત્રીકરણ થાય તથા બાળકો રસપૂર્વક શિક્ષણકાર્ય કરી શકે, શૈક્ષણિક પ્રક્રિયામાં તેમનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે આંગણવાડી,પ્રાથમિક શાળા,માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, સી.આર.સી. અને બી.આર.સી., એસ.એમ.સીના સભ્યો માટે વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ વગેરે જેવા શૈક્ષણિક વિષયોની તાલીમ, પર્યાવરણ પ્રયોગશાળા, બાળમેળા અને લાઈફસ્કીલ મેળા, ટોય મેકિંગ, યોગ માર્ગદર્શન, ઈનોવેશન તાલીમ,ગણિત વિજ્ઞાન તાલીમ, રોલ પ્લે અને કલા ઉત્સવ જાગૃતતા તાલીમ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તાલીમ,પ્રજ્ઞા તાલીમ, સી.આર.સી. અને બી.આર.સી સંકલન બેઠક,ઈ-કન્ટેન્ટ લર્નિંગ, વિશિષ્ટ દિન ઉજવણી, મહિલા સશક્તિકરણ તાલીમ, NAS/GASજેવા સર્વેક્ષણોના સંચાલન કાર્ય માટેની માર્ગદર્શન તાલીમ, આઈ.સી.ટી. વિષયક તાલીમ, અધ્યયન નિષ્પત્તિઓ, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન વિષયક માર્ગદર્શન, ગુણોત્સવ, પ્રવર્તમાન શૈક્ષણિક પ્રવાહો વગેરે જેવી વિવિધ પ્રકારની ઓનલાઈન અને ઓફલાઈન તાલીમનું આયોજન કરવામાં આવે છે. તાલીમનાં વિષયને અનુરૂપ તાલીમ પૂર્વે પ્રી-ટેસ્ટ અને તાલીમ પૂર્ણ થયા બાદ પોસ્ટ ટેસ્ટ અને ફીડબેક ફોર્મ ભરાવવામાં આવે છે. જિલ્લાનાં આંગણવાડી,પ્રાથમિક શાળા,માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, સી.આર.સી. કો-ઓર્ડીનેટર્સ અને બી.આર.સી. કો-ઓર્ડીનેટર્સ, એસ.એમ.સીના સભ્યો ઉપરોક્ત તાલીમ મેળવીને શાળા ક્ક્ષાએ, વર્ગખંડ શિક્ષણકાર્યમાં તાલીમનો ઉપયોગ કરે છે. વિવિધ પ્રકારની તાલીમ મેળવીને પોતાની શૈક્ષણિક અને વ્યાવસાયિક સજ્જતામાં વધારો કરી શકે છે. વિવિધ કાર્યક્રમો અન્વયે શાળાઓનું, વર્ગખંડોનું મોનીટરીંગ અને હેન્ડ-હોલ્ડિંગ પણ હાથ ધરવામાં આવે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે.
News & Events