Research (સંશોધન)
સંશોધનો થકી શિક્ષણ પ્રક્રિયામાં આમૂલ પરિવર્તનો કે ફેરફારો થતાં હોય છે. શિક્ષણમાં ખૂટતી કડીઓની પરિપૂર્ણ કરવા હેતુ સમયાંતરે શિક્ષણ પ્રક્રિયામાં સંશોધનો હાથ ધરવા જરૂરી હોય છે. દર વર્ષે જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરની સંશોધન શાખા દ્વારા દરેક ડાયટને EDN અને CSSTE સ્કીમ અન્વયે આ બાબતે અનુદાન ફાળવવમાં આવે છે. ડાયટ ફેકલ્ટી દ્વારા વિવિધ શૈક્ષણિક વિષયો આધારિત સંશોધનો હાથ ધરાય છે. ડાયટ કક્ષાએ તેનો રીસર્ચ એબ્સ્ટ્રેક્ટ પણ બનાવવામાં આવે છે.વર્ષ દરમિયાન ડાયટ ફેકલ્ટી દ્વારા હાથ ધરાયેલ સંશોધનોના તારણોનું જિલ્લાના સ્ટેક હોલ્ડર્સ સાથે શેરિંગ પણ કરવામાં આવે છે. આ સંશોધનો દ્વારા પ્રાપ્ત કરેલ તારણો આધારિત આગામી તાલીમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. શાળાકીય સમસ્યાઓ અને વર્ગખંડોની સમસ્યાઓ સમજવા માટે અને તેનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ લાવવા માટે શિક્ષકો પણ પોતાના કાર્યક્ષેત્રમાં નાના પાયા પર સંશોધનો હાથ ધરે તે જરૂરી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકશ્રીઓની સંશોધન દ્રષ્ટિ વિકસે અને વર્ગખંડ અને શાળાઓમાં સંશોધન પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે શિક્ષકોને દર વર્ષે ડાયટ થકી ક્રિયાત્મક સંશોધન કરવા માટે પ્રેરણા અને માર્ગદર્શન તાલીમ આપવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધનો કેવા વિષયો કે સમસ્યાઓ આધારિત હાથ ધરાય ?, ક્રિયાત્મક સંશોધનો કઈ રીતે હાથ ધરાય ?, ક્રિયાત્મક સંશોધનો કયા સોપાનો આધારિત હાથ ધરાય ? તે બાબતોને વણી લઇ જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક ક્ષેત્રમાં કાર્યરત શિક્ષકોને ડાયટ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શિત કરી ક્રિયાત્મક સંશોધનો હાથ ધરવામાં આવે છે. આ માટે ડાયટ કક્ષાએથી શિક્ષકોને આર્થિક અનુદાન પણ ફાળવવામાં આવે છે.
News & Events