Local Specific Materials Development (સ્થાનિક સંદર્ભ સાહિત્યની રચના)
NCF-2005 આધારિત ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનો નવીન અભ્યાસક્રમ ટોટલ લર્નિંગ પેકેજ સ્વરૂપે ઘડાયો છે. જેમાં અધ્યયન નિષ્પત્તિઓ, પાઠ્યપુસ્તકો, શિક્ષક આવૃતિઓ, સ્વ-અધ્યયનપોથીઓ ઉપરાંત મહત્વના ઘટક તરીકે સ્થાનિક સંદર્ભ સાહિત્યને મહત્વ આપવામાં આવ્યું છે. NCF-2005 અને RTE-2009 માં સૂચવેલ માર્ગદર્શક સિદ્ધાંતોને નજર સમક્ષ રાખીને ગુજરાતમાં અભ્યાસક્રમનું પુનઃગઠન જરૂરી બન્યું. આ માટે GCERT, ગાંધીનગર દ્વારા ધોરણ ૧ થી ૮ નો અભ્યાસક્રમ ભાર વગરનો, અઘતન, જીવનોપયોગી, આનંદદાયક અને લવચીક બને તેવા સંપૂર્ણ પ્રયત્નો કરી સેમિસ્ટર મુજબ પાઠ્યપુસ્તકોનું નિર્માણ કરવામાં આવેલ હતું. ધોરણ ૧ થી ૮ ના પાઠ્યપુસ્તકોમાં જે તે હેતુઓને અનુલક્ષીને વિષયવસ્તુ સામગ્રી નિરૂપિત છે. દરેક જિલ્લો પોતાની આગવી ઓળખ ધરાવે છે. દરેક જિલ્લાની વિશિષ્ટતાઓ, ખાસિયતો, ભૌગોલિક વિસ્તાર, પરિવેશ, સ્થાનિક પાકો, પ્રાણીઓ અને વનસ્પતિઓના સંદર્ભમાં અન્ય જિલ્લા કરતાં જુદો તરી આવે છે. આવી કેટલીક સામગ્રીની જરૂરિયાત જે તે જિલ્લાના સ્થાનિક પરિવેશને અનુલક્ષીને અધ્યેતા, શિક્ષક અને વાલી માટે જરૂરી હોય કે જે પાઠ્યપુસ્તકોમાં સમાવિષ્ટ નથી. શાળાઓમાં ભણતા ભણતા બાળકો જિલ્લાનો સાંસ્કૃતિક વારસો, સ્થાનિક લોકમેળાઓ, ઉત્સવો, રીત-રીવાજો, ભૌગોલિક બાબતો, જિલ્લાનો ઇતિહાસ જાણે અને તેનું ગૌરવ લે, તેનું સંવર્ધન કરે, તેમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય એ સ્થાનિક સાહિત્યનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જિલ્લાની સ્થાનિક સાહિત્યને અનુલક્ષીને સામગ્રી નિર્માણ કરવાનું કાર્ય જે તે જિલ્લામાં કાર્યરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોએ GCERT, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કરેલ છે. દરેક જિલ્લાએ પોતાના જિલ્લાની સ્થાનિક બાબતોને આધારે દરેક શિક્ષકો અને બાળકો માટે પુસ્તિકાઓ અને ડોક્યુમેન્ટરી સ્વરૂપે સ્થાનિક સાહિત્યનું નિર્માણ કરેલ છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ દ્વારા ‘આપણો જિલ્લો પાટણ’ (શિક્ષકો માટે માહિતી સ્વરૂપે પુસ્તિકા) ● ‘ધન્યધરા પાટણ’, (બાળકો માટે વાર્તા સ્વરૂપે પુસ્તિકા) ● ‘પાટણની સફરે’ (QR Code સ્વરૂપે પુસ્તિકા) ● ‘ચાલો ફરવાને પાટણ’ (DVD સ્વરૂપે જિલ્લાની ડોક્યુમેન્ટરી ફિલ્મ) ● ‘પાટણની શિક્ષણયાત્રા’ (જિલ્લાની કેળવણીનો ઇતિહાસ) પુસ્તિકાનું નિર્માણ કરી તેની હાર્ડકોપીઓ જિલ્લાની દરેક પ્રાથમિક શાળાઓ સુધી પહોંચાડવામાં આવેલ છે. આ ઉપરાંત ડાયટની રૂબરૂ મુલાકાત કે તાલીમ દરમિયાન શિક્ષકો, બાળકો કે મુલાકાતીઓ પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે જિલ્લાની આગવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિશેષતાઓ, લોક-પહેરવેશ, વેપાર-ઉદ્યોગો, વ્યક્તિ વિશેષ જેવી બાબતોની ઝાંખી કરાવતી ફોટો ગેલેરી ‘પાટણ દર્શન’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લાની ભાતીગળ ગ્રામીણ સંસ્કૃતિનો પરિચય મળી રહે તે માટે ‘ડીસ્ટ્રીક્ટ કલ્ચર એન્ડ રિસોર્સ રૂમ’ ઉભો કરવામાં આવ્યો છે.
News & Events