Annual Work Plan and Budget (એન્યુઅલ વર્કપ્લાન એન્ડ બજેટ)
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ દ્વારા જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધાર અર્થે અનેકવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે વર્ષ દરમ્યાન થતા તાલીમ કાર્યક્રમો માટે એક દિશા મળે છે, કે જેના દ્વારા શિક્ષણમાં અપેક્ષિત પરીણામો હાંસલ કરી શકાય છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે સેવાકાલીનઅને ઈડીએન અંતર્ગત તાલીમ કાર્યક્રમોનું આયોજન થાય છે,આ કાર્યક્રમોમાં ઈનોવેશન, બાળમેળા,ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ઈકોક્લબ, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, સંશોધન, ક્લાઉત્સ્વ,બી.આર.સી., સી.આર.સી. તાલીમ, ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ જેવા સાક્ષરી વિષયો, વિષયવસ્તુ તાલીમ, યોગ, તારુણ્ય શિક્ષણ,નેશનલ એચિવમેન્ટ સર્વે, ગુજરાત એચિવમેન્ટ સર્વે પેનલ નિરીક્ષણ, બી.એડ પરીક્ષા, મૂલ્યાંકન, વાલીઓ માટે શિક્ષણ જાગૃતિ કાર્યક્રમો જેવા અનેકવિધ શૈક્ષણિક તાલીમ કાર્યક્રમો ડાયટ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. આ તાલીમ કાર્યક્રમો જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, અને તમામ શિક્ષકશ્રીઓના સાથ સહકારથી ડાયટ ના શૈક્ષણિક કાર્યક્રમો સફળતાપૂર્વકપૂર્ણ કરી અપેક્ષિત પરિણામો હાંસલ કરે છે. પી.એન્ડ એમ શાખા દ્વારા દર વર્ષે વર્ષ દરમ્યાન થતા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે જે મુજબ વર્ષ દરમ્યાન આ કાર્યક્રમ થાય છે આ કાર્યક્રમ મુજબ અંદાજીત બજેટ તૈયાર કરવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમ્યાન થતા કાર્યક્રમનો વાર્ષિક આયોજન અને રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે.
News & Events