Educational Innovation Fair (એજ્યુકેશનલ ઇનોવેશન ફેર)
એજ્યુકેશનલ ઇનોવેશન ફેર એ જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત નાયરા એનર્જી, આઇ ટુ વી ફાઉન્ડેશન, જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાટણના સહયોગથી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ આયોજિત એજ્યુકેશનલ ઇનોવેશનલ ફેસ્ટિવલ ખૂબ જ ઉપયોગી અને અસરકારક પ્રયોગ છે.એજ્યુકેશનલ ઇનોવેશન ફેર એ બાળક સાથે રહી બાળક વડે અને બાળક માટે કરવાની પ્રવૃત્તિ છે.ઇનોવેશન એટલે નવું કરવું. ઇનોવેશન દ્વારા શિક્ષક અને બાળક બંનેનો સવાઁગી વિકાસ થાય છે. ઇનોવેશન ફેરથી એક શાળાની સુંદર પ્રવૃતિ જિલ્લાની અન્ય શાળાના શિક્ષક નિહાળી તેમની શાળામાં પણ સુંદર પ્રવૃત્તિ કરવાની દિશા, પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. દરેક શિક્ષકની પોતાની શાળાની પરિસ્થિતિ મુજબ જુદા જુદા પ્રયોગ અને પ્રવૃત્તિ કરેલી હોય છે. બધા બાળકો અને શિક્ષકોમાં સુષુપ્ત શક્તિને ખીલવા માટે અને પેરણા પૂરી પાડવા માટે ઈનોવેશન ફેર અગત્યનું માધ્યમ બની રહ્યું છે. ઈનોવેશન એ એક સ્વતંત્ર પ્રક્રિયા છે. ઈનોવેશનએ શિક્ષક પોતાની ઈચ્છાથી પોતાનો આગવો રસ અને રુચિ પ્રમાણે પોતાની શાળાની સ્થાનિક પરીસ્થિત અને માહોલને અનુરૂપ કરે છે. જેથી તેનું સુંદર પરિણામ મળે છે. ઇનોવેશન ફેર ના હેતુઓ :- લાભાર્થી : બી.એડ.નાઅધ્યાપકો, ડી.એલ.એડ.ના અધ્યાપકો, બી.એડ.ના વિદ્યાર્થીઓ, ડી.એલ.એડ.ના વિદ્યાર્થીઓ, ડાયટના અધ્યાપકો, માધ્યમિક શાળાના શિક્ષકો , ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો, પ્રાથમિક શાળાના શિક્ષકો ઈનોવેશન ફેરનું આયોજન :
News & Events