Kala Utsav (કલા ઉત્સવ)
કલા ઉત્સવ ની શરૂઆત GCERT , ગાંધીનગરના માર્ગદર્શનથી વર્ષ – ૨૦૧૬થી કરવામાં આવી હતી . ૨૦૧૬ થી ચાલુ વર્ષ સુધી જે તે વર્ષની પ્રવર્તમાન થીમ મુજબ કલા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓ શાળા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી યોજવામાં આવે છે. કલા ઉત્સવમાં ડાયટના નેતૃત્વ હેઠળ (૧) ચિત્ર સ્પર્ધા (૨) કાવ્યગાન સ્પર્ધા (૩) નિબંધ સ્પર્ધા (૪) વકતૃત્વ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. કલા ઉત્સવ ની સ્પર્ધાઓ જુદી જુદી ત્રણ કક્ષાએ યોજવામાં આવે છે. (૧) ઉચ્ચ પ્રાથમિક વિભાગ (૨) માધ્યમિક વિભાગ (૩) ઉચ્ચ માધ્યમિક વિભાગ આ ચારે સ્પર્ધા માટે ચોક્કસ વિષય આપવામાં આવે છે. આ સ્પર્ધા ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ યોજવામાં આવે છે. સૌ પ્રથમ શાળાએ વિષય મુજબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ શાળા કક્ષાએ પ્રથમ આવેલ વિજેતા ક્લસ્ટર કક્ષાએ ભાગ લે છે. ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ત્રણ વિજેતાને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે ત્યારબાદ પ્રથમ વિજેતા તાલુકા કક્ષાએ ભાગ લે છે. ત્યાં પણ પ્રથમ ત્રણ વિજેતાને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે અને પ્રથમ વિજેતા જિલ્લા કક્ષાએ ભાગ લે છે અને ત્યાં પણ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે .ત્યારબાદ પ્રથમ વિજેતા ને રાજ્ય જવાનું થાય છે. રાજ્ય કક્ષાએ કોઈ સ્પર્ધા નથી. બધાને સમાન ગણીને પ્રમાણપત્ર ,શિલ્ડ અને રોકડ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવે છે. વક્તૃત્વ સ્પર્ધા - પ્રવર્તમાન વર્ષની વક્તૃત્વની થીમ મુજબ વક્તવ્ય રજૂ કરવાનું હોય છે. તેના માટે પાંચથી સાત મિનિટનો સમય આપવામાં આવે છે .
News & Events