Balmela and Life Skill Balmela(બાળમેળા અને લાઈફસ્કીલ મેળા)
આજના આધુનિક યુગમાં શિક્ષણના નુતન પ્રવાહો તેમજ ટેકનોલૉજીના યુગમાં Life Skill Developmentની નૂતન સંકલ્પનાને સાકાર કરવા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગરતેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,પાટણ દ્વારા બાળમેળા અને લાઈફસ્કીલ મેળાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં તેમજ તેમની સર્જનાત્મક શક્તિઓને વિકસાવવા માટે બાળમેળો ખુબ જ ઉપયોગી બની રહે છે. વર્ગખંડમાં બાળક ઘણુંબધુ શીખે છે, પરંતુ બાળમેળા દ્વારા બાળક પોતાની શક્તિઓને બહાર લાવી કંઇક નવું કરવાનો, બનાવવાનો આનંદ માણે છે. આ સાથે બાળકમાં “મેં કંઈક નવુ બનાવ્યું, શીખ્યું” તેનો આનંદ તેને જે મળે છે, તે તેના જીવનભરની યાદ બની રહે છે. બાળકોના સર્વાંગી વિકાસ તેમજ તેના જીવન ઘડતર માટે ‘બાળમેળો’ એ પાયાના પગથિયા સમાન છે. બાળકોમાં ભણતર સાથે જીવન જરૂરિયતમાં ઉપયોગી બની રહે તેવા જીવન કૌશલ્યો વિકસાવી શકાય છે. પોતાના સહાધ્યાયી મિત્રો સાથે અવનવી પ્રવૃતિઓમાં સહભાગી થવાની અનેરી અનુભૂતિ મળે છે. બાળમેળા દરમ્યાન કરવામાં આવતી અવનવી પ્રવૃતિઓ દ્વારા તેમના આત્મવિશ્વાસ પણ વધે છે, તેમજ આ પ્રવૃતિઓ કરવામાં બાળકોના ચહેરા પર જે આનંદ વ્યતીત થાય છે તે જોઇને બાળમેળાની સંકલ્પના સાચા અર્થમાં સાકાર થઈ જાય છે. બાળમેળાનો દિવસ એટલે બાળકોનો આનંદ-ઉત્સાહનો અનેરો દિવસ.આ દિવસે બાળકોને પોતાની મનગમતી પ્રવૃત્તિ સાથે જ્ઞાન મેળવવાનો દિવસ.આ દિવસે બાળકો પોતાની કુશળતા અનોખી અને આગવી રીતે પ્રસ્તુત કરી શકે છે.બાળમેળો એટલે કે એવો મેળો કે જેમાં બાળકો પોતાની માનસિક,શારીરિક અને સાંવેગિક ક્ષમતાઓને ખીલવે છે. રોજિંદા જીવનમાં કૌશલ્યનો ઉપયોગ કરતા શીખે છે. પાટણ જીલ્લામાં જીવન કૌશલ્ય આધારિત ધોરણ ૧ થી ૫ના બાળકોનો બાળમેળો તારીખ-5-01-2022ના રોજ યોજવામાં આવ્યો હતો.જેમાં સમગ્ર જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધોરણ ૧ થી ૮માં બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાનાં હેતુઓ : લાભાર્થી : બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાનું આયોજન લાઈફસ્કીલ મેળા માટે ધોરણ ૬ થી ૮ નાં ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામવિદ્યાર્થીઓ સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચાલો શીખીએ, સ્વજાગૃતિ, સ્વચ્છતા અને સુશોભન, હળવાશની પળો,પર્યાવરણ જાણો,માણો અને જાળવો , સામાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ,સમૂહજીવન અને બાળપ્રદર્શન અને કમાણીનો આનંદ વગેરે જેવા વિભાગોમાં બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદથી ભાગ લે છે અને ભવિષ્યમાં રોજગારીનું મેળવી શકે.
News & Events