B.Ed. Curricular & Co-curricularActivities (બી.એડ. અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ)
જી.સી.ઇ.આર.ટી., ગાંઘીનગરના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કાર્યરત છે. જિલ્લા શિક્ષણ અને તાલીમભવન (ડાયટ) મુખ્યત: બે વિભાગમાં કાર્ય કરે છે.(૧) પૂર્વસેવા તાલીમ અને (ર) સેવારત તાલીમ. ડાયટનું મુખ્ય કાર્ય પ્રાથમિક અને માઘ્યમિક શિક્ષણની ગુણવત્તા સુઘારણા માટે વિવિઘ પ્રકારના તાલીમી કાર્યક્રમો કરવા. ડાયટની જુદી જુદી શાખાઓ પૈકીની એક શાખા પીએસટીઇ શાખા છે. જે પૂર્વસેવા તાલીમનું કાર્ય કરે છે. આ શાખા અંતર્ગત ડી.એલ.એડ. અને બી.એડ.ના અભ્યાસક્રમ દ્વારા ઉત્તમ પ્રકારના શિક્ષકો તૈયાર કરવા સંબંઘિત વિવિઘ પ્રવૃત્તિઓ વર્ષ દરમ્યાન હાથ ઘરવામાં આવે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - પાટણ દ્વારા બી.એડ.નો અભ્યાસક્રમ આઇ.આઇ.ટી.ઇ. ગાંઘીનગરના એફીલેશનથી ચાલે છે. આ અભ્યાસક્રમમાં આઇ.આઇ.ટી.ઇ. ગાંઘીનગર દ્વારા અપાયેલ અભ્યાસક્રમ અંતર્ગત વિવિઘ અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રશિક્ષાણાર્થીઓને શિક્ષકના વ્ચવસાયની તાલીમ આ૫વામાં આવે છે. અભ્યાસની સાથે સાથે વિવિઘ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ એટલું જ મહત્વ રહેલું છે. વિવિઘ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્યસ્થાપન, સર્જનાત્મક્તા વિકાસ, અભ્યાસમાં નાવિન્ય,સાંસ્કૃતિક જોડાણ, આંતરિક શક્તિઓનો વિકાસ થાય તે હેતુથી બી.એડ.ના બે વર્ષના અભ્યાસક્રમમાં અનેકવિઘ સહાભ્યાસિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમ કે...
News & Events