માનનીય કલેકટરશ્રી, પાટણના અધ્યક્ષ સ્થાને તારીખ 28/9/2026ને સોમવારના રોજ બપોરે 12:00 કલાકે ન્યૂ કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી, પાટણ ખાતે પ્રોગ્રામ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં સાથે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણના પ્રાચાર્યશ્રી અને અન્ય PAC કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ડાયટના પ્રાચાર્યશ્રી દ્વારા ડાયટના મુખ્ય કાર્યોની માહિતી આપી હતી જેમાં ડાયટનો પરિચય અને તેના કાર્યો,તેની શાખાઓ અને તેની કામગીરી, PSTE શાખામાં ચાલતા બી.એડ ના અભ્યાસક્રમ તથા સહઅભ્યાસિક પ્રવૃતિઓ, વર્ષ 2025/26 માં થયેલ કાર્યક્રમો, જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેર, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, SQAAF મૂલ્યાંકન, બાળમેળા, 2026/27 ના વર્ષ દરમિયાન યોજાયેલ CPD અંતર્ગત M.T તેમજ શિક્ષક તાલીમ, બી.આર.સી., સી.આર.સી. ની વ્યાવસાયિક સજ્જતા તાલીમ, મુખ્ય શિક્ષક વ્યાવસાયિક સજ્જતા તાલીમ, નવ નિયુક્ત શિક્ષક તાલીમ (પ્રાથમિક અને માધ્યમિક) ની માહિતી આપવામાં આવી હતી.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events