તા. ૦૧/૦૫/૨૦૨૬ ના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,પાટણ સંકલનમાં જિલ્લાની શિક્ષણની ટીમ સાથે વ્યાવસાયિક સજ્જતા તાલીમ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ PARAKH સર્વે અંતર્ગત જિલ્લા કક્ષા રોડ મેપનું આયોજન, અમલીકરણ, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. જેમાં જિલ્લાની શૈક્ષણિક સ્થિતિ, ગુણવત્તા સુધારણા અને PARAKH સર્વે માટેની પૂર્વ તૈયારી અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. માનનીય ડી.ડી.ઓ. સાહેબશ્રીએ જણાવ્યું કે PARAKH સર્વે માત્ર મૂલ્યાંકન પ્રક્રિયા નથી, પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ ઉપક્રમ છે. દરેક તાલુકા અને શાળાએ પોતાની કાર્યયોજનાની તૈયારી કરીને વિદ્યાર્થીઓમાં વાંચન, લેખન અને ગણન કૌશલ્ય વિકસે તે માટે વિશેષ આયોજન કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ દર ઘટાડવા માટે ઘર મુલાકાત, વાલી સંપર્ક અને પ્રેરણાત્મક કાર્યક્રમો યોજવા ભાર મૂકાયો. શાળા છોડવાની સંભાવના ધરાવતા વિદ્યાર્થીઓને નિયમિત રીતે ટ્રેક કરી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી.
મધ્યાહન ભોજન યોજના, શિષ્યવૃત્તિ, મફત પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ તથા અન્ય યોજનાઓનો લાભ દરેક બાળક સુધી પહોંચે તેની ખાતરી કરવા જણાવાયું. શાળાઓએ ઓનલાઈન એન્ટ્રીઓ સમયસર પૂર્ણ કરવી તથા જરૂરી દસ્તાવેજો અપડેટ રાખવા સૂચનાઓ આપવામાં આવી.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events