રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCF) અનુસાર શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવા તેમજ નવીન પાઠ્યપુસ્તકોના અસરકારક અમલીકરણના હેતુથી એમ.ટી. તાલીમનું આયોજન તા. 07/07/2026 થી 09/07/2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ તાલીમ પૂર્ણ થયા બાદ શિક્ષકો માટે વિવિધ વિષયો અને ધોરણો મુજબ અલગ-અલગ તારીખોએ શિક્ષક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમમાં વિવિધ ધોરણો અને વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં બાલવાટિકા, ધોરણ 1 અને 2 ગુજરાતી તથા ગણિત, ધોરણ 3 ગણિત અને પર્યાવરણ, ધોરણ 6 વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન તેમજ ધોરણ 7 અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવ્યો હતો.એમ.ટી. તાલીમ દરમિયાન નવીન પાઠ્યપુસ્તકોની રચના, વિષયવસ્તુની સમજ, અધ્યયન નિષ્પત્તિઓ, ક્ષમતાલક્ષી શિક્ષણ, પ્રવૃત્તિ આધારિત અધ્યયન અને મૂલ્યાંકન પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓને વિષયવસ્તુનું વિશ્લેષણ, પાઠ આયોજન, શિક્ષણની વિવિધ પદ્ધતિઓ તથા વર્ગખંડમાં નવીન પાઠ્યપુસ્તકોના અસરકારક ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events