રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ અને PARAKH સૂચિત પેડાગોજી અનુસાર માધ્યમિક શિક્ષણમાં ગુણવત્તાસભર અને ક્ષમતાલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ધોરણ 9 અને 10ના તમામ વિષયોના શિક્ષકો માટે એમ.ટી. તાલીમ તથા શિક્ષક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.સૌપ્રથમ એમ.ટી. તાલીમનું આયોજન તા. 15/10/2026 થી 16/10/2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ 9 અને 10ના શિક્ષકો માટે વિષયવાર શિક્ષક તાલીમનું આયોજન તા. 30/11/2026 થી 05/12/2026 દરમિયાન કરવામાં આવનાર છે.આ તાલીમમાં માધ્યમિક શાળાના ધોરણ 9 અને 10ના શિક્ષકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી (ભાષા), ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે.એમ.ટી. તાલીમ દરમિયાન PARAKH સૂચિત પેડાગોજી, ક્ષમતાલક્ષી શિક્ષણ, અધ્યયન નિષ્પત્તિઓ, વિષયવસ્તુનું વિશ્લેષણ, પ્રવૃત્તિ આધારિત અધ્યાપન અને મૂલ્યાંકનની નવીન પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, વિશ્લેષણાત્મક ક્ષમતા, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ થાય તે માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.એમ.ટી. તાલીમ પૂર્ણ થયા બાદ શિક્ષકો માટે વિષયવાર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી-અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોને PARAKH સૂચિત પેડાગોજી અનુસાર વર્ગખંડમાં ક્ષમતાલક્ષી શિક્ષણનું અસરકારક અમલીકરણ કેવી રીતે કરવું તે અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events