વર્ષ 2024 માં યોજાયેલ PARAKH 2024 રાષ્ટ્રીય સર્વેક્ષણ અન્વયે જાહેર થયેલ પરિણામોમાં પાટણ જિલ્લાનું પરિણામ ઉતરોતર સુધરે તે દિશામાં ડાયટ દ્વારા કેટલાક ઈનિશિયેટિવ હાથ ધરવામાં આવેલા છે, જે પૈકી એક પરખ આધારિત વિવિધ ધોરણો અને વિષયોની ક્વિઝ ની રચના કરવી. તારીખ 16 અને 17 ઓક્ટોબર 2026 ના રોજ ડાયટ ખાતે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લાના તજજ્ઞ શિક્ષકોની મદદથી તમામ વિષયો અને NEP 2020 મુજબ ત્રણેય સ્તર (ફાઉન્ડેશનલ, પ્રિપેરિટરી અને મિડલ) ની 11 ક્વિઝો રચના કરવામાં આવી, એની મદદથી શિક્ષકો બાળકોને HOT પ્રકારના પરખ સર્વેની પેટર્ન મુજબ પ્રશ્નોનો મહાવરો કરાવશે એ આગામી સમયમાં જિલ્લાના પરિણામોમાં સુધારો લાવવા મદદરૂપ થશે.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events