ુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET)-પાટણના સંયુક્ત ઉપક્રમે તા. ૧ થી ૩ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે ત્રણ દિવસીય વ્યવસાયિક સજ્જતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં પાટણ જિલ્લાના પ્રાથમિક મુખ્ય શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય ડો. પિંકીબેન રાવલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જયરામભાઈ જોશી તથા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ PARAKH (Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development) અંતર્ગત વર્ષ ૨૦૨૪ માં યોજાયેલ PARAKH ૨૦૨૪ રાષ્ટ્રીય સર્વેક્ષણ અન્વયે જાહેર થયેલ પરિણામોમાં પાટણ જિલ્લાનું પરિણામ ઉતરોતર સુધરે તે માટે મુખ્ય શિક્ષકોને PARAKH ની સંકલ્પના, હેતુઓ અને મૂલ્યાંકનની નવી પદ્ધતિઓથી અવગત કરાવવાનો હતો. તાલીમ દરમિયાન PARAKH ની ભૂમિકા અને મહત્વ, NEP-2020 મુજબ ક્ષમતાલક્ષી શિક્ષણ, અધ્યયન નિષ્પત્તિઓ, Competency Based Assessment, રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકન તેમજ ઉચ્ચ કક્ષાની વિચારશક્તિ (HOTS) આધારિત પ્રશ્નોની સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં સમજ, તર્કશક્તિ, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ થાય તે માટે શિક્ષણકાર્યમાં જરૂરી પરિવર્તનો લાવવા અંગે ચર્ચા કરવામાં આવી. મુખ્ય શિક્ષકોને વર્તમાન શિક્ષણ પ્રવાહો, નવીન શૈક્ષણિક અભિગમોને શાળામાં અમલીકરણ માટે સજ્જ કરવાનો હતો.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધ્યાપક ડો. દશરથ આર. ઓઝા દ્વારા પરખ (PARAKH)-2024 અને બ્રિજ કોર્સ, સાયન્સ સેન્ટર, પાટણના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી દ્વારા સ્ટેમ (STEM) આધારિત શિક્ષણ, સીઆરસી કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશભાઈ વ્યાસ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આચાર્ય શ્રી રામશીભાઈ ચૌધરી (પ્રાથમિક શાળા, રોડા) દ્વારા SIC (Science Innovation Council) વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events