તા. 10/08/2026 ના રોજ BRC ભવન, શંખેશ્વર ખાતે આંગણવાડી કાર્યકરોની પૂર્વ વ્યવસાયિક તાલીમ યોજાઈ હતી. પૂર્વ વ્યવસાયિક તાલીમની સમજ આપવા સાથે નંદઘરના બાળકોને રસપૂર્વક જ્ઞાન આપવા, ઉત્સાહભેર બેસાડવાની પ્રવૃત્તિઓ સમજાવવા તથા બાલગીત, વાર્તાકથન અને અભિનય દ્વારા બાળશિક્ષણને રસપ્રદ બનાવવાના હેતુથી યોજાયેલી આ તાલીમમાં કુલ 71 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તજજ્ઞો દ્વારા તાલીમના હેતુ અને મહત્ત્વ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપી બાલગીત કરાવવામાં આવ્યા હતા, તેમજ પીપીટી, મૌખિક રજૂઆત અને પ્રવૃત્તિઓ દ્વારા સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ તાલીમ દ્વારા આંગણવાડી કાર્યકરોને NEP-2020 મુજબ બાળકોને રસપૂર્વક જ્ઞાન આપવા અને નંદઘરને જીવંત રાખવાની સમજ મળી, ફોર્મ-પ્રમાણપત્ર ભરાયા તેમજ જૂથમાં હળીમળીને વિવિધ સર્જનાત્મક કાર્યો પૂર્ણ થયા હતા.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events