જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ ખાતે તારીખ 7/9/2026 ના રોજ ક્રિયાત્મક સંશોધન માર્ગદર્શન તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્રિયાત્મક સંશોધનમાં રસ ધરાવતા શિક્ષકોની google ફોર્મ દ્વારા માહિતી મેળવી તે શિક્ષકોને રૂબરૂ ડાયટ ખાતે બોલાવી તજજ્ઞ ડૉ. દશરથ ઓઝા દ્વારા ખૂબ જ ઝીણવટપૂર્વક અને સચોટ માહિતી આપવામાં આવી. ક્રિયાત્મક સંશોધન ની સોપાન ગત સંપૂર્ણ ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી સંશોધન કઈ રીતે કરવું કયા વિષયો આધારિત સંશોધન હાથ ધરી શકાય તેનાથી શિક્ષકોને અવગત કરાવવામાં આવ્યા ત્યાર બાદ દરેક શિક્ષકોને પરખ 2024 ના પરિણામમાં જે ક્ષમતાઓનું પરિણામ પાટણ જિલ્લાનું નીચું છે તે ક્ષમતાઓના કઠિન અધ્યયન નિષ્પત્તિ આધારિત સંશોધનોનું કામ સોંપવામાં આવ્યું.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events