પાટણ સાયન્સ સેન્ટર–DIETના સંયુક્ત ઉપક્રમે
૮૨૧ મુખ્ય શિક્ષકોને આધુનિક શિક્ષણની તાલીમ
(ધી અલ્ટીમેટ દૈનિક) ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET)-પાટણના સંયુક્ત ઉપક્રમે તા. ૧ થી ૩ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે ત્રણ દિવસીય વ્યવસાયિક સજ્જતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં પાટણ જિલ્લાના ૯ તાલુકાઓમાંથી કુલ ૮૨૧ પ્રાથમિક મુખ્ય શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય ડો. પિંકીબેન રાવલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જયરમભાઈ જોશી તથા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ મુખ્ય શિક્ષકોને વર્તમાન શિક્ષણ પ્રવાહો, નવીન શૈક્ષણિક અભિગમો અને શાળાકીય અમલીકરણ માટે સજ્જ કરવાનો હતો.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધ્યાપક ડો. દશરથ આર. ઓઝા દ્વારા પરખ (PARAKH)-2024 અને બ્રિજ કોર્સ, સાયન્સ સેન્ટર, પાટણના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી દ્વારા સ્ટેમ (STEM) આધારિત શિક્ષણ, સીઆરસી કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશભાઈ વ્યાસ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આચાર્ય શ્રી રામશીભાઈ ચૌધરી (પ્રાથમિક શાળા, રોડા) દ્વારા SIC (Science Innovation Council) તેમજ પૂજાબેન રાવલ દ્વારા સંબંધિત શૈક્ષણિક વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્રણ દિવસ દરમિયાન શિક્ષકોને માત્ર સિદ્ધાંત જ નહીં, પરંતુ જીવંત આધારિત પ્રવૃત્તિઓ, નવીન શિક્ષણ પદ્ધતિઓ, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના ઉપાયો તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના વ્યવહારુ અભિગમ અંગે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ તાલીમ શિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિઓથી સજ્જ બનાવવાની સાથે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
Copyright 2016 - DIET PATAN
Site Visitors - ()
Design & Develop by Green Circle Technology Pvt. Ltd.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events