ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની બનેલી ઇકોક્લબ સમાજને ઉપયોગી બને તે હેતુથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), પાટણ ખાતે તા.24/08/2026 થી 25/08/2026 દરમિયાન 2 દિવસીય 'ઇકોક્લબ તાલીમ' યોજવામાં આવી હતી, જેમાં તજજ્ઞો દ્વારા શાળા કક્ષાએ કરી શકાય તેવા ઇકોક્લબના પ્રયોગો, પ્રવૃત્તિઓ, વિવિધ ઇકો સમિતિઓ તેમજ ઉછેર કરેલા વૃક્ષોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ તાલીમ અંતર્ગત શિક્ષકોની પાટણ સ્થિત શાંતધન ગૌશાળાની એક દિવસીય મુલાકાત ગોઠવીને ગૌ અમૃતમ બનાવવાની રીત, કિચન ગાર્ડન અને ઔષધબાગના છોડના ઉપયોગો વિશે માહિતી અપાઈ હતી તેમજ ડાયટ પાટણ તરફથી તમામ શાળાઓને કિચન ગાર્ડન અને ઔષધબાગ માટે બિયારણ ભેટમાં આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તા. ૦૫/૦૯/૨૦૨૬ ના રોજ B.Ed. તાલીમાર્થીઓ માટે પાટણ આનંદેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી નર્સરીની એક દિવસીય મુલાકાત યોજીને 10000 જેટલી વનસ્પતિઓનો પરિચય કરાવાયો હતો. તથા ડાયટમાં કિચન ગાર્ડન અને ઔષધ બાગના છોડ વાવવામાં આવ્યા હતા.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events