વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પતિઓની સ્થિતિમાં સુધારો લાવવા, પ્રાપ્ત પરિણામો નીતિ વિષયક નિર્ણયોમાં, શૈક્ષણિક આયોજનમાં અને શૈક્ષણિક ઉપયોગ કરવામાં માટે જીસીઈઆરટી, ગાંધીનગર દ્વારા ગુજરાત અચિવમેન્ટ સર્વે 7 ધોરણ ચાર, છ અને સાતમા 1 એપ્રિલ 2026 ના રોજ આયોજિત કરવામાં આવેલ હતો. આ સર્વેક્ષણનો ઉદ્દેશ ધોરણ ચાર, છ અને સાતના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ તપાસવાનું તેમજ તેમની તાર્કિક ક્ષમતા તપાસવાનો હતો. જેમાં ધોરણ ચારના ભાષા, ગણિત અને પર્યાવરણ તેમજ ધોરણ છ અને સાતના ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવામાં આવેલ હતો ધોરણ ચાર છ અને સાત નું મૂલ્યાંકન શૈક્ષણિક વર્ષમાં કરવામાં આવ્યું. આ સર્વેક્ષણમાં પાટણ જિલ્લાની તાલુકા દીઠ અને ધોરણ દીઠ પાંચ પાંચ શાળાઓ નો સમાવેશ કરવામાં આવ્યો આમ એક તાલુકા ની કુલ ૧૫ શાળાઓ પસંદ કરવામાં આવી અને સમગ્ર જિલ્લાના કુલ 9 તાલુકા પૈકી 135 શાળાઓ પસંદગી પામેલ હતી.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events